ચતુર રીંછ અને સિંહ The bear and The Lion
ચતુર રીંછ અને સિંહ The bear and The Lion gujarati bal varta

            એક ઘનઘોર જંગલ હતું. જંગલ માં મોજીલું રીંછ રહેતું હતું. રીંછને મધ બહુજ ભાવતું હતું. રીંછ રોજ મધ ખાય અને મજા થી રહે. એક દિવસ રીંછ ફરવા નીકળીયુ. રીંછ તો પોતાની મસ્તી માં ફરતું હતું. અચાનક રીંછ નું ધ્યાન ગયું કે એક મોટો ડાલામથ્થો સિંહ એની સામે આવી રહીયો છે. સિંહ પણ બહુજ ભૂખ્યો હતો. એણે પણ રીંછ ને જોયું. સિંહ વિચારવા લાગ્યો વાહ આજે તો ખુબ મસ્ત ભોજન મળ્યું છે. રીંછ ને તો ચિંતા થવા લાગી કે સિંહ થી તે કઈ રીતે બચશે. રીંછે એક યુક્તિ કરી. રીંછ તુરંત સિંહ પાસે પહોંચિ ગયું. રીંછે સિંહ ને સલામ ભરી અને કહીંયુ "મહારાજ ની જય હો . આ મારી ખુશનસીબી છે કે તમે આજે મને મળ્યા.  હું તમને મારા ઘરે જમવાનું નોતરું આપવા જ આવી રહ્યો હતો. આજે તમે મારા આ આમંત્રણ ને માન આપી મારા ઘરે પધારો. તમે અત્યાર સુધી માંશ, હાડકા અને પશુઓને ને ઘણા ખાધા આજે મારા ઘર નું મીઠું મધ જમવા પધારો." સિંહે રીંછ ની વાત માની લીધી. 

            રીંછ તો આગળ ચાલવા માંડીયું અને સિંહ તેની પાછળ ચાલવા માંડ્યો. બંને રીંછ રહેતું હતું તે જંગલ માં પહુંચ્યા. જંગલ માં તો મધપૂડા નું વન હતું. દરેક ઝાડ ઉપર મધપૂડા હતા. રીંછે સિંહ ને કહીંયુ " મહારાજ  આ મધપૂડા માં મસ્ત મજાનું મીઠું મધ છે તમે મધ ને ખાઓ. સિંહ ને તો મોઢામાં પાણી આવી ગયા. સિંહે તો મધપૂડા ઉપર બટકું ભરિયું. બટકું ભરતા જ મધમાખીઓ સિંહ ને ચોંટી ગઈ અને બટકા ભરવા લાગી. મધમાખી એ તો સિંહ ના મોઢા, પૂંછડી ,પેટ એમ બધે ડંખ માર્યા. સિંહ ને તો એકદમ પીડા થવા લાગી અને ત્યાંથી ઉભી પુછડીયે  ભાગ્યો. આમ રીંછે પોતાની ઉપર આવેલી મોટી આફત ને ટાળી.

શિક્ષા :- કોઈપણ મુશ્કેલી નો હલ હંમેશા હોઈ જ છે.
Previous
Next Post »