લપલપીયો કાચબો The Tortoise and the Geese

ઘણા સમય પહેલા ની વાત છે. એક મોટું જંગલ હતું. જંગલની વચોવચ એક સુંદર મજાનું સરોવર હતું. સરોવરમાં બે સુંદર હંસ રહેતા હતા. સરોવરમાં એક કાચબો પણ રહેતો હતો. કાચબા અને હંસ વચ્ચે ગાઢ મિત્રતા  હતી. કાચબા ને એક કુટેવ હતી એને બોલવા બહુ જોઈતું હતું . આખો દિવસ બસ તે બોલે જ રાખે . કાચબા ની આ ટેવ ને કારણે જંગલ ના પ્રાણીઓ તેને લપલપિયો કાચબો કહેતા હતા .
Tortoise and the geese Gujarati bal varta


એક દિવસની વાત છે . હંસ અને કાચબો વાતો કરતા હતા .  કાચબા એ હંસ ને કહીંયુ કે તમે તો આકાશ માં ઉંચે સુધી ઉડો  છો તો તમને આકાશ માંથી જમીન કેવી લાગે છે . હંસ કહે ઉપર થી જમીન ખુબ જ સુંદર દેખાય છે . કાચબો કહે મારે પણ આકાશ માંથી જમીન જોવી છે . હંસ કહે તું તો ઉડી શકતો નથી તો કઈ રીતે આકાશ માં જઈશ . કાચબા એ એક યુક્તિ કહી . કાચબો કહે તમે એક લાકડી લઇ આવો . લાકડી ને બંને છેડા થી પકડો અને હું વચ્ચે થી લાકડી ને મારા મોઢામાં પકડી રાખીશ એમ આપણે ત્રણેય ઉડી સકીસુ . હંસ ને પણ આ યુક્તિ ગમી . હંસ કહે સારું અમે લાકડી લઇ આવીયે છીયે  પરંતુ તું આકાશ માં હો ત્યારે તારી આદત મુજબ કશુ બોલતો નહિ . બોલીશ તો નીચે પડીશ અને તારા રામ રમી જશે . કાચબો કહે  ઠીક છે હું કશુ નહી  બોલું Tortoise and the geese Gujarati bal varta


બંને હંસ એક લાકડી લઇ આવ્યા . હંસ એ લાકડી ને બંને છેડા થી પોતાની ચાંચ માં પકડી લીધી અને કાચબો  વચ્ચે લટકાઈ ગયો . બંને હંસ ઉડવા લાગ્યાં . ઉડતા ઉડતા તેઓ એક ગામ ઉપર થી પસાર થયા ગામ ના લોકો એ કાચબા ને ઉડતા જોયો . તેઓ આશ્ચર્ય ચકિત થઇ ગયા . ગામના લોકો એ કદી કાચબા ને ઉડતા જોયો ના હતો . તેઓ બોલવા લાગ્યા કે હંસ એ કેવી સરસ યુક્તિ કરી છે .  આ સાંભળી ને કાચબો એની આદત મુજબ બોલી ગયો . ના ના આતો મારી યુક્તિ હતી . આ બોલતાંજ કાચબાભાઈ ધડામ નીચે પડ્યા અને તેના રામ રમી ગયા .

Tortoise and the geese Gujarati bal varta


શિક્ષા :- હંમેશા જરૂરત થી વધારે ન બોલવું જોઈએ .
             સમય ને ધ્યાન માં રાખી ને જ બોલવું જોઈએ .
Previous
Next Post »