ચતુર ડોશીમાં A Clever Old Lady

ચતુર ડોશીમાં A Clever Old Lady gujarati bal varta
એક નાનું ગામ હતું. ગામ માં બધા સુખેથી રહેતા હતા. ગામ માં એક ડોશીમાં રહેતા હતા. ગામના લોકો એનો ખુબ આદર કરતા હતા. ડોશીમાં ને એક દીકરી હતી. દીકરી ના લગ્ન ડોશીમાં એ બાજુના ગામ માં કરેલા હતા. એક વખત ડોશીમાં ને તેની દીકરી ને ઘરે જવાનું થયું. દીકરીના ઘરે જવામાં વચ્ચે એક જંગલ આવતું હતું. જંગલ માં સિંહ , વાઘ , રીંછ અજગર વગેરે જાનવરો રહેતા હતા. ડોશીમાં તો દીકરી ના ઘરે જવા જંગલ માંથી નીકળ્યા. ચતુર ડોશીમાં A Clever Old Lady gujarati bal varta
જંગલમાં ડોશીમાં ને એક સિંહ મળ્યો. સિંહ એ ડોશીમાં ને કહીંયુ હું ખુબ ભૂખ્યો છું હું તને ખાય જઈશ. ડોશીમાં ચતુર હતા.  તેણે એક ઉપાય કરીયો. ડોશીમાં એ સિંહ ને કહીંયુ હું તો સાવ ઘરડી છું. સાવ દુબળી-પાતળી છું. મને ખાવાથી તારું પેટ પણ નહિ ભરાય. હું મારી દીકરી ના ઘરે જય આવું તાજી-માજી થઈ આવું અને પાછી આવું ત્યારે તું મને ખાજે. સિંહે આ વાત માની લીધી. ડોશીમાં તો આગળ ચાલ્યા. આગળ તેને વાઘ અને રીંછ પણ મળ્યા. ડોશીમાં એ તો તેને પણ સિંહ ને  જે કહીંયુ એમજ વાઘ અને રીંછ ને પણ કહીંયુ અને દીકરી ના ઘરે પહોંચી ગયા. 


ચતુર ડોશીમાં A Clever Old Lady gujarati bal varta
ડોશીમાં તો દીકરીના ઘરે ખુબ આનંદથી રહ્યા ખાધું-પીધું અને તાજા-માજા થઇ ગયા. હવે ડોશીમાં ને પોતાના ઘરે જવાનો સમય આવી ગયો. ડોશીમાં તો ચિંતા માં પડ્યા. હવે શું કરવું તેના ઉપાયો શોધવા લાગ્યા. પાછા જશે ત્યારે જંગલમાં તેને સિંહ, વાઘ અને રીંછ મળશે તેનાથી તે કઈ રીતે બચશે તેની યુક્તિ શોધવા લાગ્યા

ચતુર ડોશીમાં A Clever Old Lady gujarati bal varta
ડોશીમાં ચતુર હતા. તેને એક ઉપાય શોધી કાઢ્યો. ડોશીમાં એ એક કોઠી બનાવી અને તેમાં તે  બેસી ગયા. કોઠી ગબડાવતા ગબડાવતા તે જંગલ માંથી પસાર થયા. જંગલ માં તેને સિંહ મળ્યો. સિંહ કહે કોઠી-કોઠી તે પેલા ડોશીમાં ને જોયા છે જે તેની દીકરી ને ત્યાં ગયા હતા. ડોશીમાં કોઠી ની અંદર થી બોલ્યા કોણ ડોશી? ક્યુ ગામ? ચાલ કોઠી આપણે ગામ કહી કોઠી ને અંદર થી ધકો મારીયો. કોઠી આગળ ગબળવા લાગી. આમ કોઠી ને એકલી ગબડતા જોઈને સિંહ ગભરાયો અને ત્યાંથી ભાગ્યો. આમજ વાઘ અને રીંછ સાથે થયું. તે બંને પણ ડરી ને ભાગ્યા અને ડોશીમાં સુખ રૂપ પોતાના ઘરે પોહચી ગયા.


શીખ :- વિકટ પરિસ્થિતિ માં પણ ધીરજ અને સમજદારી થી નિર્ણય લેવો જોઈએ Previous
Next Post »